11/03/2022
આદરણીય ગ્રાહક મિત્રો,
યુવાનદોસ્તો, વડીલો સૌને અમારા ભાવથી
જય શ્રી સ્વામિનારાયણ.જય શ્રીકૃષ્ણ, જય માતાજી.
શ્રીજી મહારાજની અસીમ કૃપાથી,માતાપિતા ,ગુરુજનો ના રૂડા આશીર્વાદ થકી, તેમજ આપ સૌ ગ્રાહકમિત્રોના
સહકારથી આજના દિવસે શ્રીજી ટાયર સર્વિસ એન્ડ કાર વોશિંગ ને આજે ત્રણ વર્ષ પરિપૂર્ણ થયા છે. તો આજના દિવસે તમામ ગ્રાહક મિત્રોનો તેમજ સ્નેહીજનો નો હૃદયપૂર્વક અંતઃકરણ થી આભાર પ્રકટ કરું છું. સાથે એવો વિશ્વાસ પણ અપાવું છુ કે ભૂતકાળમાં તમોને જે સર્વિસ મળી હશે તેનાથી પણ સારી અને સંપૂર્ણ સંતોષકારક સર્વિસ ભવિષ્યમાં પણ મળતી રહેશે, બીજું કે લાઈવ મીડિયા જેમ કે ફેસબુક, વોટ્સએપ માં આપણી જાહેરાત ને લાઈક અને શેર કરવા વાળા તેમજ ગ્રુપ ના તમામેં તમામ મેમ્બર્સ નો ફરી એકવાર દિલ થી આભાર પણ માનું છું.
ભૂતકાળમાં અમારા થકી આપને ક્યાંય પણ મન,કર્મ અને વચને કરી ને ક્યાંય પણ ખામી જણાઈ હોય તો નાના ગણી અમને ક્ષમા કરશો અને રાજી રહેજો..
સહકાર ની અપેક્ષા સહ.
ભરત પટેલ ના પ્રણામ.
શ્રીજી ટાયર સર્વિસ એન્ડ કાર વોશિંગ.
ટહુકો પાર્ટી પ્લોટ સામે,
મોઢેરા રોડ મહેસાણા.
98257 37237